WhatsApp ગ્રુપ જોડાવો

શ્રમિક પેન્શન યોજના 2025: ₹3000 પેન્શન મેળવો – ઓનલાઇન અરજી સ્ટેપ બાય સ્ટેપ,Shramik Pension Yojana 2025

Shramik Pension Yojana 2025:ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PMSYM) શરૂ કરી છે, જેને સામાન્ય ભાષામાં શ્રમિક પેન્શન યોજના કહેવામાં આવે છે. આ યોજનામાં 60 વર્ષ પછી દર મહિને ₹3,000 થી ₹5,000 સુધીની પેન્શન મળે છે.આ લેખમાં તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું કે:

પાત્રતા (Eligibility):શ્રમિક પેન્શન યોજનામાં જોડાવા માટે આ શરતો પૂરી થવી જરૂરી છે:

  1. ઉંમર: 18 થી 40 વર્ષ
  2. માસિક આવક: ₹15,000થી ઓછી
  3. અસંગઠિત ક્ષેત્રનો કામદાર હોવો જોઈએ (જેમ કે રિક્ષા ચાલક, ઘરેલુ કામદાર, ખેતમજૂર, દુકાનદાર, પ્લમ્બર, રાજમિસ્ત્રી વગેરે)
  4. EPF, NPS કે ESICનો સભ્ય ન હોવો જોઈએ
  5. આવકવેરા ભરનાર ન હોવો જોઈએ

મળવાપાત્ર લાભ:

  • 60 વર્ષ પછી દર મહિને ₹3,000 પેન્શન (જો 29 વર્ષની ઉંમરે જોડાઓ તો ₹200/મહિને ભરવું પડે)
  • જો 18 વર્ષની ઉંમરે જોડાઓ તો માત્ર ₹55/મહિને ભરીને પણ ₹3,000 પેન્શન મળે
  • વ્યક્તિનું મૃત્યુ થાય તો પત્ની/પતિને 50% પેન્શન (₹1,500)
  • બંનેનું મૃત્યુ થાય તો નોમિનીને જમા થયેલી રકમ પરત મળે

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (Step by Step Guide)

સ્ટેપ 1: સત્તાવાર વેબસાઈટ પર જાઓ→ https://maandhan.in

સ્ટેપ 2: “Click Here to Apply Now” પર ક્લિક કરો

સ્ટેપ 3: તમારો મોબાઈલ નંબર નાખો → OTP આવશે → ભરોસ્ટેપ 4: આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો ભરો
(આધાર અને મોબાઈલ નંબર લિંક હોવું જરૂરી છે)

સ્ટેપ 5: તમારી ઉંમર પ્રમાણે પ્રીમિયમની રકમ આપોઆપ દેખાશે (દા.ત. 29 વર્ષે ₹200/મહિને)

સ્ટેપ 6: પ્રથમ મહિનાનું પ્રીમિયમ ઓનલાઈન ભરો (ડેબિટ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI)

સ્ટેપ 7: ઓટો-ડેબિટ મંજૂરી આપો → તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ!તમને Shram Yogi Pension Number અને Pension Card PDFમાં મળી જશે.

જરૂરી દસ્તાવેજો:

  1. આધાર કાર્ડ
  2. બેંક પાસબુક (IFSC કોડ સાથે)
  3. મોબાઈલ નંબર (આધાર સાથે લિંક)
  4. પાસપોર્ટ સાઇઝ ફોટો (ઓનલાઈન અપલોડ થશે)

શ્રમિક પેન્શન vs અટલ પેન્શન યોજના (APY) – કઈ સારી?

મુદ્દોશ્રમિક પેન્શન યોજના (PMSYM)અટલ પેન્શન યોજના (APY)
કોણ લઈ શકે?માત્ર અસંગઠિત શ્રમિકોકોઈ પણ વ્યક્તિ (18-40 વર્ષ)
સરકારનું યોગદાન50% (સરકાર પણ એટલું જ ભરે)કોઈ યોગદાન નહીં
ન્યૂનતમ પ્રીમિયમ₹55/મહિનો₹42/મહિનો
મૃત્યુ પછી પરિવારને₹1,500 પેન્શન + જમા રકમ પરતમાત્ર જમા રકમ પરત
ઓનલાઈન રજીસ્ટ્રેશનmaandhan.inબેંકમાં જ જવું પડે

Leave a Comment